ગુજરાત
News of Wednesday, 27th January 2021

આણંદના સરદાર ગંજમાં ગોડાઉનમાંથી શખ્સ 4.50 લાખની મતાનો મુદામાલ ચોરી જતા પોલીસ ફરિયાદ

આણંદ:શહેરના સરદાર ગંજમાં આવેલા ગોડાઉનમાંથી શકદાર દ્વારા .૫૦ લાખની મત્તાનો મુદ્દામાલ ચોરી કરી જવાની ઘટના સામે આવતાં અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી કુશલભાઈ ઉપેન્દ્રભાઈ શાહની જનરલ ટાયર એજન્સી નામની દુકાન આવેલી છે અને એમબી પટેલ સાયન્સ કોલેજ પાછળ આવેલા સરદાર ગંજમાં ગોડાઉન આવેલું છે. જેમાંથી ગત ૧૦મી ડિસેમ્બરથી ૨૧મી ડિસેમ્બરની વચ્ચે કોઈ શખ્સોએ ગોડાઉનના શટરને યેનકેન પ્રકારે ખોલીને તેમાં રાખવામાં આવેલો સરસામાન કે જેમાં ૨૭૪ નાના-મોટા ટાયરો, ૬૦ થી ૭૦ જેટલા જૂના ટાયરો, ટ્યુબો-લંગોટ તથા નાઈટ્રોજન હવા ભરવાનું મશીન, ટાયર ફીટ કરવાનું મશીન વગેરે મળીને કુલ .૫૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતા.

(5:35 pm IST)