ગુજરાત
News of Wednesday, 27th January 2021

બોરસદ શહેર પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના 25 હજારના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડયો

બોરસદ:શહેર પોલીસે આજે પી. ચન્દ્ર હાઈસ્કૂલ પાસેના રોડ પરથી ઈકો કારને ઝડપી પાડીને તેમાંથી ૨૫૪૫૦ના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર બોરસદ શહેર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પી. ચન્દ્ર હાઈસ્કૂલ સામેના રોડ પરથી પુરપાટ ઝડપે એક ઈકો કાર નંબર જીજે-૧૦, બીઆર-૧૫૮૩ની આવી ચઢતાં પોલીસે તેને રોકીને તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો ૪૮ તેમજ બીયરના ૧૪ ટીન મળી આવ્યા હતા. જેની કિંમત ૨૫૪૫૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા કારના ચાલકનું નામઠામ પૂછતાં તે જામનગર ખાતે રહેતો ઈકબાલ ઈશાકભાઈ લાસા હોવાનું જણાવ્યું હતુ. તેની અંગજડતીમાંથી બે મોબાઈલ ફોન મળી આવતાં પોલીસે કાર સાથે કુલ ,૧૯,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:35 pm IST)