ગુજરાત
News of Wednesday, 27th January 2021

સુરતમાં પ્રજાસત્તાક પર્વના દિવસે જ ૨ હત્યાની ઘટનાથી ખળભળાટઃ રેલ્વે યાર્ડમાં પથ્થરના ઘા ઝીંકીને અને સલાબતપુરા વિસ્તારમાં ગળેફાંસો દઇને મોતને ઘાટ ઉતાર્યો

સુરત: આજે 26 જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે સુરતમાં તો આજે પણ દિવસ લોહીયાળ રહ્યો હતો. સુરતમાં હવે રોજિંદી રીતે એકાદ હત્યા નો બનાવ બને જ છે. એકાદી ચોરી લૂંટફાટ કે બળાત્કારની ઘટનાઓ બનતી જ રહે છે. જો કે યુવાનની હત્યા રેલવે પોલીસની હદમાં તો બીજાની હત્યા સાલબત પુના પોલીસની હદમાં બન્યો છે. આમ બે દિવસમાં ત્રીજી હત્યાની ઘટના સામે આવતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.

સલાબતપુરા પોલીસ વિસ્તારમાં આવેલા રિંગરોડના પદ્માવતી કાપડ માર્કેટના બીજા માળે આવેલા ટોઇલેટમાં અપ્પુ કોટન ગોપાલ કુર્યાની કોઇ ઇસમે જુના ઝગડાની અદાવતમાં ગળે દોરી વડે ફાંસો આપીને હત્યા કરી નાખી હતી. જો કે ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસે તત્કાલ બનાવના સ્થળે દોડી ગઇ હતી. આધેડની હત્યાથી પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે.

બીજા બનાવમાં સુરતના રેલવે પોલીસની હદમાં આવેલા રેલવે યાર્ડમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ શરૂ કરી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. યુવકની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. હાલ તો રેલવે પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી છે.

(4:41 pm IST)