ગુજરાત
News of Wednesday, 27th January 2021

ગુજરાતના બોર્ડર વડા જે.આર. મોથલિયા રાષ્ટ્રપતિ ચંદ્રકથી વિભૂષિત

દેશવિરોધી પ્રવૃતિ હોય કે ટ્રાફિકની ફરજ તેમની નિષ્ઠા એક સરખી જ રહે છે : બોમ્બ બ્લાસ્ટ..પોરબંદરની હથિયાર હેરફેર : ગોધરા કાંડ બાદની તપાસ વિગેરેમા મહત્વની ભૂમિકાની નોંધ દિલ્હી દરબાર સુધી લેવાય છે

રાજકોટ, તા.૨૭, દેશ વિરોધી  પ્રવૃત્તિઓના કારસ્તાન જેવા કે બોમ્બ બ્લાસ્ટ તથા   કાર સેવકો સાથેની સાબરમતી ટ્રેન જાળવવા સહિતની મહત્વની તપાસમાં પોતાનું કૌશલ્ય પુરવાર કરનાર રાજ્યના બોર્ડર વડા જે આર.મોથલિયની પસંદગી થતાં સમગ્ર ગુજરાતમાં પોતાની નમ્રતાને કારણે મોટો ચાહક વર્ગ ધરવતા શુભેચ્છકો મા ખુશીનો માહોલ સર્જાયો છે.

દેશભરમાં ચકચારી ૧૯૯૨મા થયેલ બોમ્બે બોમ્બ ધડકા સમયે  આરડીએકસના પોરબંદર પંથકના ગોસ બારાનું કનેકશન ધ્યાને લઇ તેવો દ્વારા હથિયારોનો મોટો જથ્થો કબજે કરી વિશેષ અંજામ આપતા બ્રેક લગવી દીધેલ.

મમુ મિયા પજુ મિયાના કનેકશનની તેવો દ્વારા થયેલ તપાસ રાષ્ટ્રિય એજન્સીઓ માટે મહત્વની પુરવાર થયેલ. આવી બાબતો ધ્યાને લય ગોધરા કાંડ પછીની તપાસ કમિટી મા તેવોને મહત્વની ભૂમિકા સુપરત થયેલ.. 

  ફરજ  કાયદો વ્યવસ્થા હોય કે દેશ વિરોધી દુશ્મનો સામેની ત્રાસ વડ વિરોધી દાળની જવાબદારી હોય કે પછી અમદાવાદ જેવા જટિલ ટ્રાફિક સમસ્યાની તેવો દ્વારા ખાસ જહેમત લય જે રીતે ફરજ બજવી છે તેની નોંધ દિલ્હી દરબાર સુધી લેવામાં આવી છે.અને અવાજ કારણોસર સરહદી રેન્જના વડાની જવાબદારી પણ કેન્દ્ નેતાગીરી સાથે ચર્ચા બાદ સુપરત થયેલ.

(1:04 pm IST)