ગુજરાત
News of Wednesday, 27th January 2021

રાજપીપળા ખાતે પ્રજાસત્તાક દિને 108 તેમજ MHUના કર્મીઓને તેમની ઉમદા કામગીરી બદલ સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે.72 માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી અંબુભાઈ પુરાણી સ્કુલના સ્પોર્ટ્સ સંકુલમાં કરાઈ જેમાં કલેક્ટર ડી એ શાહના હસ્તે ધ્વજારોહણ  કરવામાં આવ્યું હતું.

આ 72 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ રંગા રંગ કાર્યક્રમો થયાં હતા.આ કાર્યક્રમમાં 108 એમ્બ્યુલન્સના કર્મીઓ જેમને ઉમદા કામગીરી કરી છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં ઈ એમ ટી રાજકુમાર બારૈયા અને પાયલોટ યશપાલસિંહ ડોડીયા નો સમાવેશ થાય છે તેમજ MHU (મોબાઈલ હેલ્થ યુનિટ)માંથી ફાર્માસીસ્ટ નિલેશ વસાવા અને પેરામેડીક સૌરભ વણકરને પણ તેમની ઉમદા કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.108 ની ટીમનો ઉત્સાહ વધારવા માટે જે સન્માન કલેક્ટર દ્વારા કરાયું તેમનો 108ની ટીમેં આભાર વ્યક્ત કર્યો હતો તેમજ હંમેશની જેમ આ ટિમો પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવશે તેવા સંકલ્પ લીધા હતા

(10:14 pm IST)