ગુજરાત
News of Wednesday, 27th January 2021

રાજપીપળા સોનિવાડ ના યુવક પાસે 74 હજારની છેતરપીંડી કરનાર અજાણ્યા શખ્શ વિરુદ્ધ ગુનો નોંધાયો

સોનિવાડમાં રહેતા પ્રેગ્નેશ ઉપાધ્યાય સાથે હિન્દી ભાષામાં વાત કરનાર વ્યક્તિએ એસ.બી.આઇ કેડીટકાર્ડ ઓફીસમાથી બોલુ છુ કહી ઓટીપી સહિતના નંબરો મેળવી છેતરપિંડી કરી

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સોનિવાડ વિસ્તારમાં રહેતા પ્રગ્નેશ જાયેંદ્રપ્રસાદ ઉપાધ્યાયની ફરિયાદ અનુસાર .ટી.એમ કાર્ડનો નંબર જનરેટ થતો હોય જે બાબતે તેમને એસ.બી.આઇમાં બે મહિના પર કપ્લેન કરેલ હોય અને મો.નં-૯૪૫૮૫૫૩૪૩૯ થી તેમના મોબાઇલ ઉપર ફોન કરી હિન્દી ભાષામાં વાત કરનાર ઇસમેં હું એસ.બી.આઇ કેડીટકાર્ડ ઓફીસ માથી બોલુ છુ, તમારૂ ક્રેડીટ કાર્ડ એક્ટીવ કરાવવાનું છે તેવી વાત કરી તેમણે કેડીટ કાર્ડ કેન્સલ કરાવવા માટે જણાવતા કેડીટ કાર્ડ કેન્સલ કરાવવા માટે તેમની પાસે ક્રેડીટ કાર્ડ ઉપરનો ૧૬ આંકડાનો નંબર તેમજ કાર્ડ પાછળનો ત્રણ આંકડાનો નંબર માગતા આપેલો ત્યારબાદ તેમના મોબાઇલ નંબર ઉપર આવેલ .ટી.પી નંબર માંગતા તે પણ આપતા તેમના કેડીટ કાર્ડ નંબર માથી રૂ ૭૪.૪૫૫ નું ટ્રાન્ઝકશન કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પીઆઇ આર..જાદવ કરી રહ્યા છે.

(10:09 pm IST)