રાજપીપળામાંથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે ચોરને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચના મુજબ એ. એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર,એલ. સી.બી.ના સુપરવિઝન હેઠળ રાજપીપલા પો.સ્ટે.વિસ્તારમાં થતી મો.સા. ચોરીની સીસીટીવી સર્વેલન્સ આધારે તપાસની સુચાનાના પગલે રાજપીપલા પો.સ્ટે .ના ગુનામાં એક શખ્સને સીસીટીવે ફુટેજ ના આધારે ઓળખી તેને એલ.સી. બી.ના સ્ટાફ મારફતે રાજપીપલા ટાઉન ખાતેના વિશ્વકર્મા મંદિર પાસેથી ઝડપી પુછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રગ્નેશભાઈ કનુભાઇ પટેલ (રહે.શ્રીજી પ્રોવીઝન સ્ટોર પાસે,એમ.વી. રોડ,રાજપીપલા મુળ રહે,સારસા તા. ઝગડીયા જી.ભરૂચ) નો હોવાનું જણાવી દરમ્યાન ચોરીમાં ગયેલ મોટર સાયકલ વિશે પુછપરછ કરતા તેણે આ મોટર સાયકલ રાજપીપલા રેલ્વે સ્ટેશન જતા રસ્તા ઉપર મુકી હોય જે મો.સા. નં. જી.જે.22.એ.૮૭૩૮ ને કબજે કરી આરોપી તથા મો.સા. ને રાજપીપલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.