ગુજરાત
News of Saturday, 26th December 2020

વલસાડ તાલુકામાં વર્કર તરીકે કામ કરતી આધેડ મહિલાને પતિ દ્વારા ત્રાસ અપાતા 181ની ટીમે સમાધાન કરાવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ તાલુકામાં વર્કર તરીકે કામ કરતી એક આધેડ વયની મહિલાને તેના પતિ દ્વારા ત્રાસ અપાતો હતો. તેમજ અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનું જણાવી હેરાન કરતી હતી. જેની ફરિયાદ મળતા 181 ની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને તેમણે મામલાનું સમાધાન કરાવ્યું હતુ.
 ભોગ બનનારી મહિલા પોતાના પતિ તેમજ પુત્ર, પુત્ર વધુ અને પૌત્રી સાથે રહે છે. તેમને તેમના પતિ દ્વારા અન્ય પુરુષ સાથે સંબંધ રાખતા હોવાની વાત કહી માનસિક ત્રાસ અપાતો હતો. તેમજ આ ઉમરે પતિ દ્વારા શારિરીક ચેષ્ટા કરાતી હતી. જેનાથી તેઓ કંટાળી ગયા હતા. ત્યારે આ મામલે તેમણે 181ની મદદ માંગી હતી. 181ની ટીમે તેમના પતિનું અને તેમનું કાઉન્સિલીંગ કરી મામલાનું સમાધાન કરાવ્યું હતુ.

(8:47 pm IST)