ગુજરાત
News of Saturday, 26th December 2020

કલોલમાં અંબિકાનગર નજીક મહિલાની રિક્ષામાં બેસાડી થેલામાં રહેલ 50હજારની ઉઠાંતરી કરી ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં રીક્ષામાં બેસાડી મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરી લેતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે વાવ ખાતે રહેતી મહિલા કલોલમાં પુત્રના ઘરે આવી રહી હતી જેના થેલામાંથી પ૦ હજાર રૃપિયા ભરેલી કોથળીની ચોરી થવા પામી હતી. ઘટનાની મળતી માહિતી પ્રમાણે દાનીબેન ગોવિંદભાઈ પારેગી રહે.રામપુરાતા.વાવે ભેંસનું વેચાણ કર્યું હતું જે પેટે રૃા.પ૦ હજાર તેમને મળતાં તે રૃપિયા બેંકમાં ભરવા માટે કલોલ ખાતે તેમના પુત્રના ઘરે આવી રહયા હતા તે દરમ્યાન અંબિકાનગરથી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમની સાથે રીક્ષામાં અન્ય ત્રણ મુસાફરો પણ બેઠેલા હતા. દરમ્યાનમાં થોડે દુર આવ્યા બાદ રીક્ષાચાલકે દીનાબેનને કહયું હતું કે હું બીજા પેસેન્જર ઉતારીને પાછો આવું છું તમે અહીં ઉભા રહો. તેમ કહી તેમને રીક્ષામાંથી ઉતારી દીધા હતા. ઘણો સમય વિતવા છતાં રીક્ષાચાલક પાછો નહીં આવતાં અન્ય રીક્ષામાં તેઓ પુત્રના ઘરે પહોંચ્યા હતા. જયાં તેમને ખબર પડી હતી કે તેમની થેલીમાંથી પ૦ હજાર રૃપિયા ભરેલી કોથળીની ચોરી થઈ છે. જેથી સંદર્ભે તેમણે કલોલ શહેર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(5:57 pm IST)