ગુજરાત
News of Saturday, 26th December 2020

અમદાવાદ કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓની હડતાલનો ત્રીજો દિવસઃ ૪૮ વોર્ડમાં સફાઇ ઉપર ભારે અસરઃ જાહેર રસ્તા ઉપર કચરો ફેંકીને વિરોધ પ્રદર્શન

અમદાવાદ :અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત છે. અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળતાથી 48 વોર્ડમાં સફાઈ કામગીરીને અસર પડી છે. શહેરના રસ્તાઓ પર ઠેરઠેર કચરો જોવા મળી રહ્યો છે. પોતાની માગણીઓ પર અડગ સફાઈ કર્મચારીઓની વાત વહીવટી તંત્રએ ધ્યાને ના લેતાં હવે સફાઈ કર્મચારીઓ જાહેર રસ્તા પર કચરો ફેંકીને વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદના બોડકદેવમાં આવેલી લાડ સોસાયટી રોડ પર કરી સફાઈ કર્મચારીઓએ કચરાના ઢગલા કરી નાંખ્યા છે. અધિકારીઓ સામે ફરિયાદ કરવાની અને વારસાઈ હકની માંગણી પણ કર્મચારીઓ અડગ છે. અમદાવાદ તમામ 48 વોર્ડમાં સફાઈ કામગીરીને 3 દિવસથી અસર થઈ છે. કોરોના કાળમાં અમદાવાદ શહેરના રસ્તાઓ પર કચરા જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસથી શહેરની સફાઈ નથી થઈ.

Amc સફાઈકર્મીઓની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. આજે પણ સફાઈકર્મીઓનએ બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે ધરણા કર્યા હતા. અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ અને વારસાઈ હકની માંગણી યથાવત છે. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ ભેગા થયા હતા. જેથી અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્યારે 3 દિવસથી સફાઈ ન થતા હડતાળની અસર શહેરભરમાં દેખાવાની શરૂઆત થઈ છે. શહેરભરમાંથી કચરો ઉપાડાયો નથી. ચારેતરફ ગંદકી દેખાઈ રહી છે. Amc સફાઈકર્મીઓ હવે હડતાળના મામલે આકરા મૂડમાં આવી ગયા છે. અમદાવાદની લાડ સોસાયટી રોડ પર કચરાના ઢગલા કરી દેવાયા હતા. 

તો બીજી તરફ, સફાઈ કર્મચારીઓએ ધરણા સ્થળ પર જ રસોડું ઉભું કરીને જમવાની વ્યવસ્થા કરી છે. Amc સફાઈકર્મીઓ પણ ખેડૂત આંદોલનના માર્ગે વિરોધ પર ગયા છે. ત્યારે ધરણા સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે. ધરણામાં સામેલ લોકો માટે સ્થળ પર જ જમવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. મહિલાઓ દ્વારા શાકભાજી સુધારવામાં આવી રહી છે. તો પુરુષો દ્વારા રસોડામાં તૈયારીઓ કરીને રસોઈ બનાવાઈ હતી. ત્યારે રસોડાની તૈયારીઓને જોતા લાંબી લડત ચાલવાની સંભાવના છે. 

(5:41 pm IST)