ગુજરાત
News of Saturday, 26th December 2020

વડિયા જકાતનાકા પાસે લાગેલા હેલોજન પોલ પરની લાઈટો ઘણા સમયથી બંધ હોવાથી અકસ્માતો વધ્યા

(ભરત શાહ) રાજપીપળા : રાજપીપળાના અનેક વિસ્તારોમાં લાગેલા હેલોજનના પોલ રાત્રી દરમિયાન વાહન ચાલકો કે રાહદારીઓ માટે લાભકારક છે પરંતુ આ ઊંચા પોલ પરની લાઈટો બંધ થયા બાદ તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા વાહન ચાલકો માટે જોખમી સાબિત થાય છે જેમાં ઘણા સમય થી વડિયા જકાતનાકા પર લાગેલા આ હેલોજન પોલ પર લાઈટો બંધ હોવાથી હાઇવે માર્ગ ઉપર અંધારપટ છવાઈ જતા વાહન અકસ્માતો વધી રહ્યા છે સાથે સાથે મૂંગા જાનવરો પણ અચાનક આવી ચઢતા વાહન અકસ્માત સર્જાય છે માટે લાખો ના ખર્ચે લગાવેલા હેલોજન ના પોલ પર લાગેલી લાઈટો રાત્રી સમયે સતત ચાલુ રહે એ બાબતે તંત્ર તકેદારી રાખે તેવી માંગ ઉઠી છે.

(10:19 pm IST)