ગુજરાત
News of Tuesday, 26th December 2017

મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી સગીરા ગુમ ;અપહરણ થયાનો પરિવારજનોનો આરોપ

16 વર્ષીય સગીરાએ 1 દિવસ પહેલા પ્રેમી સાથે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરેલો

મહેસાણાઃ સિવિલ હોસ્પિટલમાંથી સગીરા ગુમ થયાની ઘટના બહાર આવી છે 16 વર્ષિય સગીરાએ 10 દિવસ પહેલા પ્રેમી સાથે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો ઘાયલ થયેલી સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી

   બીજી તરફ સગીરા અને તેનાં પ્રેમીનાં પરિવારજનો વચ્ચે થોડા દિવસ પહેલા મારામારી થઈ હતી.તેવામાં હાલ સગીરા હોસ્પિટલમાંથી ગુમ થતાં તેનાં પરિવારજનોએ તેનું અપહરણ થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. મામલે સગીરાનો પરિવાર મહેસાણા ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યાં તેઓએ પોલીસ સ્ટેશનમાં સગીરા ગુમ થઇ હોવાંની ફરિયાદ નોંધાવી હતી.

(9:16 pm IST)