ગુજરાત
News of Tuesday, 26th December 2017

વડોદરા: માણેજા એફએજી બેરિંગ કંપનીમાં મોડીરાત્રે ભભૂકેલ આગમાં લાખોનો માલસામાન બળીને ખાખ

વડોદરા:માણેજા એફએજી બેરીંગ કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. અગ્નિશમન દળને જાણ થતાં ૮ ફાયર ફાયર આગ બુઝાવવાની કામગીરી શરૃ કરી છે.  લખાય છે ત્યાં સુધી આગ કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

માણેજા નજીક આવેલી ફેગ બેરીંગ કંપનીના બેકયાર્ડમાં  રાખવામાં આવતા તૈયાર ઇમ્પોર્ટ એક્ષપોર્ટના બેરીંગના જથ્થા તેમજ સ્ક્રેપમાં રાત્રે ૧૦.૩૦ કલાકના સુમારે આગે દેખાદીધી હતી અને જોતજોતામાં આગે ભીષણ સ્વરૃપ ધારણ કર્યું હતું.

કંપનીના ફરજ પરના કર્મચારીઓએ આગ થયાની જાણ અગ્નિશમન દળને કરતા ચીફ ઓફિસર ફાયર અને તેમનો સ્ટાફ તથા આઠ જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયા હતા.  કંપનીના બેકયાર્ડમાં લાગેલી આગમાં  બેરીંગનો જથ્થો તેમજ સ્ક્રેપ મુકવામાં આવ્યો હતો. તે બળીને ખાખ થઇ ગયો હતો.

આગ બુઝાવવા અગ્નિશમન દળના આઠ ફાયર ફાયટર કામે લગાડયા છે. મોડીરાત સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલુ રહી હતી. સતત એક કલાકની  જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ ભીષણ આગનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આગને કારણે કોઇ જાનહાની થઇ નથી.

(7:05 pm IST)