ગુજરાત
News of Tuesday, 26th December 2017

મધરાત્રે અમીરગઢમાંથી વેપારીના મકાનમાંથી 5 લાખની મતાની ચોરી કરી તસ્કરો છૂમંતર...

અમીરગઢ:શહેરમાં મધ્યરાત્રિએ નિશાચરો ત્રાટકતા એક વેપારીના મકાનમાંથી પાંચ લાખની મત્તાના દાગીનાની ચોરી થઇ હતી. જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
અમીરગઢના પ્રવેશદ્વાર એવા ડાભેલા સ્ટેન્ડ અને યુનિયન બેંકની સામે આવેલ વેપારીના મકાનમાં મધ્યરાત્રિએ નિશાચરો ત્રાટક્યા હતા. તસ્કરોએ વેપારી મંગળસિંહ ચતરાજી ભાટીના મકાનના ઉપર પાછળના ભાગેથી ચડીને ઉપરના મકાનની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં પડેલ તિજોરીનુ લોક તોડી તેમાં પડેલા અલગ-અલગ ઘાટના ઘરેણાઓ કિ.રૃ.૫,૦૨,૫૦૦ની મત્તા ઉઠાંતરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સવારના જ્યારે મકાન માલિક ઉંઘમાંથી ઉઠયા ત્યારે  ઘરની હાલત  જોતા જ   તેઓ ચોકી ઉઠયા હતા તેઓએ તપાસ કરતાં  મકાનમાંની તિજોરી તથા ગ્રીલ તુટેલી દેખાતા તેઓએ તપાસ અંદરના તેઓની પુંજી સમાન દાગીનાઓ ચોરી થઈ ગયા હતા.
 આથી પોલીસને જાણ કરતા અમીરગઢ પી.એસ.આઈ. પરિમલ દેસાઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. થયેલ ચોરીનો ભેદ ઉડી માટે ડીસા ડીવાયએસપી વાઘેલા, એસઓજી પીઆઈ સિંઘવ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એફએસએલ, ડોગસ્કવોડની મદદ લેવાતા ડોગ ઘટનાસ્થળથી બજારમાં થઈને રેલ્વે સ્ટેશન સુધી જઈ અટકી ગયેલ હતો. આથી પોલીસે વધુ તપાસનો દોર ચલાવેલ છે.

શહેરમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલીંગ તથા હોમગાર્ડને સક્રીય કરવા માટે  લોકોએ માંગ કરી હતી.

(7:03 pm IST)