ગુજરાત
News of Tuesday, 26th December 2017

ખેડા નજીક ટ્રક-બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે ઘાયલ

ખેડા: તાલુકાના ખુમરવાડમાં રહેતા કિરણભાઇ રઇજીભાઇ ડાભી આજે સવારે બોલેરો કાર નં. જીજેર૩ વાય ૭૦પ૦ લઇને ખેડા-ધોળકા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.

 

દરમ્યાન વાસણા ટોલથી ચાંદણા વચ્ચે પૂરઝડપે આવતી ટ્રક નં. એમએચ ૧૮ એએ ૭૪૧૭ ધડાકાભેર બોલેરો સાથે અથડાઇ હતી. જેથી બોલેરોના ચાલક કિરણભાઇ ડાભી તથા કારમાં બેઠેલા હાફેઝ વહોરાને ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા બોલેરો કારને નુકસાન થયું હતું.
બનાવ અંગે કનુભાઇ પટેલ (રહે. કડોદરા)ની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ટ્રકચાલક સામે ગૂનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:02 pm IST)