ગુજરાત
News of Tuesday, 26th December 2017

રાજય સરકારના શપથવિધી સમારોહમાં શાહી ભોજનઃ વિવિધ મિષ્‍ઠાન

અમદાવાદ તા. ર૬: આજે રાજયમાં વિજયભાઇ રૂપાણી સરકારે શપથગ્રહણ કર્યા હતા. જેમાં મંત્રીઓએ શપથ લીધા છે. વિજય રૂપાણી મુખ્‍યમંત્રી પદના અને નીીતન પટેલ નાયબ મુખ્‍યમંત્રી પદના શપથ લીધા હતા. અહીં નેતાઓ અને મહેમાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઇ શાહ સહિત ૧૮ રાજયના મુખ્‍યમંત્રીઓ ગુજરાતના દિગ્‍ગજ નેતાઓ, કાર્યકરો સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા ત્‍યારે તમામ માટે જમણવારનું આયોજન કરવામાં આવ્‍યું છે. શપથગ્રહણ નિમિત્તે ભાતી-ભાતીના ભોજન અને મિષ્‍ઠાન પીરસાયું હતું.

જેમાં વેલકમ ડ્રિંક, અપેટાઇઝર, સુપ, સલાડ, મેઇન કોર્ષ સહિત અનેક ભાતિગળ ભોજન રાખવામાં આવ્‍યું હતું.

વેલકમ ડ્રિંકમાં મસાલા સિકંજી, ગુલાબ સરબત, અપેટાઇઝરમાં ટમટમ, ઢોકળા, ખાંડવી, લીલવા પાત્રા, સુપમાં ટોમેટો સુપ, ધન્‍યિા સુપ, સોરબા સુપ, સલાડમાં ફાર્મ ફ્રેશ ગ્રીન સલાડ, મસાલાવાલા સફેદ સલાડ, ચણાચાટ, ચણાજોર ગરમ, પાપડ ચુરી, રસીલું અનાનસ, મિક્ષ સ્‍પ્રાઉટ સલાડનું મેનું હતું. જયારે ભોજનમાં રોટલી, અજવાઇન પરોઠા, મસાલા ભાખરી, આલુ મટર, ઉંધીયું, દાલ તડકા, મટર પનીર, તંદૂરી સબ્‍જી મસાલા, લીલવા કચોરી, નવતાડ સમોસા, દહીંવડા, ગુજરાતી કઢી, પુલાઉ, પાપડ, અથાણું ચટણી, મસાલા છાશ, મોહનથાળ, રાજભોગ, જલેબી, તલવાળી ગુલફી, મુખવાસનો સમાવેશ કરાયો હતો.

(6:01 pm IST)