ગુજરાત
News of Tuesday, 26th December 2017

મંત્રી મંડળો ર૦ જિલ્લાઓનું પ્રતિનિધિત્‍વ જ નહી !

રાજકોટ,તા., ર૬: રૂપાણીની નવી સરકારમાં રાજકોટ, મહેસાણા, અમદાવાદ,  જામનગર, બોટાદ, સુરત, પાટણ, બનાસકાંઠા, પંચમહાલ, ભરૂચ, કચ્‍છ, દાહોદ, ભાવનગર સહીત ૧૩ જીલ્લાઓમાંથી ધારાસભ્‍યોને મંત્રી તરીકે સમાવવામાં આવ્‍યા છે. જયારે બાકીના ર૦ જેટલા જીલ્લાઓમાંથી  એક પણ મંત્રી લેવામાં આવેલ નથી. અમુક જીલ્લાઓમાં ભાજપના એક પણ ધારાસભ્‍ય ચુંટાયા નથી તે કારણથી તેમજ અમુક જીલ્લાઓમાં અન્‍ય સમીકરણોના કારણે મંત્રી મંડળમાં પ્રતિનિધિત્‍વ આપી શકાયેલ નથી.

(4:44 pm IST)