ગુજરાત
News of Tuesday, 26th December 2017

સુરતમાં ડો. સૈયદના સાહેબની યુવાઓને શીખ, લાઇનમાં તમારી પાછળ વડીલ હોય તો તેને અગ્રતા આપો

 રાજકોટઃ વિશ્વભરમાં દાઉદી  વ્હોરા સમાજના ધર્મગુરુ હિઝહોલીનેશ  ડો. સૈયદના આલીકદર મુફદુલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)  મુંબઇથી ટ્રેન દ્વારા સુરત જતાં ત્યાના સ્કાઉટ બેન્ડો સાથે હજારોની સંખ્યામાં વ્હોરા સમાજના લોકોએ ભવ્ય સ્વાગત  કરવામાં  આવ્યું હતું. ડોે. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) એ સુરત ખાતે આવેલ સાતદાઇના મજારમાં જીયારત કરેલ હતી.  દાઉદી વ્હોરા સમાજના ભાઇઓ બહેનો તથા બાળકોને દિદારનું શરફ આપેલું હતું. અને મગરીબ-ઇશાની નમાજ બાદ સુરત પાસે આવેલ ડુમ્મસ મુકામે પધારી ગયા હતા. ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) એ મુબ્રા ખાતે વાઅઝ ફરમાવેલ હતી જેમાં દાઉદી વ્હોરા સમાજને ઘણીજ  શીખ આપેલ હતી કે તેમાં દાઉદી વ્હોરા સમાજ શાંત વેપારી કોમની નામના ધરાવો છો. હંમેશા ઇમાનદારી પુર્વક ધંધો કરજો. જે દેશમાં જે સરકાર હોય તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરશો અને યુવાનોને શીખ આપતા જણાવ્યું કે તમે કોઇપણ જગ્યા એ જાવ ત્યાં લાઇન હોય તો તમારી પાછળ સીનીયર સીટીઝન નાગરીક હોય તો તમે તેને માન સન્માન આપીને તેને આગળ મોકલી આપો અને તમે પાછળ ચાલ્યા જાવ રબીઉલ આખરૂની ૨૦મી તારીખ અંગ્રજી તા.૭ જાન્યુઆરીના રવિવારના રોજ બંને આકામોૈલાની સાલગીરાહ  (જન્મદિવસ) વિશ્વ ભરમાં દાઉદી વ્હોરા સમાજ ભવ્ય શાનદાર ઉજવણી કરશે તેમ શેખ યુસુફભાઇ  જોહર કાર્ડસવાળાએ જણાવ્યું હતું.

(3:44 pm IST)