ગુજરાત
News of Saturday, 26th November 2022

સુરતના વરાછામાં 2.75 કરોડના હીરા વેચાણ કેસમાં ઠગાઈ આચરનાર આરોપી દલાલના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

વરાછા 2.75 કરોડના હીરા વેચાણ માટે લઈ જઈ પેમેન્ટ કે હીરા પરત નહીં આપી ગુનાઈત વિશ્વાસઘાતના કારસા બદલ જેલભેગા કરેલા આરોપી હીરા દલાલની જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ ઉપેન્દ્ર એમ.ભટ્ટે નકારી કાઢી છે.

વરાછા પોલીસ મથકની હદમાં હીરાના કારખાનેદારે પોતાની કંપનીમા નોકરી કરતા આરોપી નિમેશ પ્રાગજી દિયોરા,સતીષ મગન પરમાર,દિવ્યેશ દેવજીસુરત:શહેરના  કરકર તથા હીરા દલાલ કુંજન વસંત મહેતા વગેરે વિરુધ્ધ વરાછાપોલીસમાં ગુનાઈત વિશ્વાસઘાત ઠગાઈનો કારસો રચવા બદલ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપીઓએ એકબીજાના મેળા પિપણામા ંફરિયાદીની કંપનીમાંથી કુલ રૃ.2.75 કરોડની કિંમતના 49 નંગ 75.52 કેરેટના રફ હીરા વેચાણ માટે લઈ જઈને પેમેન્ટ કે ડાયમંડ પરત નહીં આપી ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.

આ કેસમાં વરાછા પોલીસે જેલભેગા કરેલા આરોપી હીરા દલાલ કુંજન વસંત મહેતા(રે.નીલ કમલ એપાર્ટમેન્ટ, અઠવાલાઈન્સ)એ જામીન માટે માંગ કરી હતી.આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે આરોપીની ગુનામાં સક્રીય રોલ ન હોઈ માત્ર દલાલ તરીકે કામગીર કરી હોઈ ખોટી સંડોવણી કરી છે.પોલીસે જે કલમો લગાડી છે તે ટ્રાયેબલ મેજીસ્ટ્રેટ છે.જેના વિરોધમાં સરકારપક્ષ એપીપીે વર્ષાબેન પંચાલે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ કરોડો રૃપિયાના ડાયમંડ વેચાણ સંબંધી ઠગાઈનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ છે.આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી હાલના સમયમાં આર્થિક ગુનામાં થઈ રહેલા વધારાને લક્ષમાં લઈને સમાજ તથા પોલીસ તપાસ પર વિપરિત અસર પડે તેમ હોઈ આરોપીના જામીનની માંગને નકારી કાઢી છે.

(5:33 pm IST)