ગુજરાત
News of Friday, 26th November 2021

મરણ પ્રસંગ માંથી પરત આવતા દંપતિની બાઈકને શહેરાવ નજીક અકસ્માત થતા પતિને ઇજા :અથાડનાર નાશી છૂટ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા શહેરાવ ગામની સીમમાં પુરપાટ આવતી બાઈકે સામેથી આવતી બાઇકને અકસ્માત કરતા દંપતિ પૈકી પતિને ઇજાઓ કરી સામેનો બાઈક ચાલક નાશી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કાંતીભાઇ રમણભાઇ બારીયા( રહે, કોયારી નિશાળ ફળિયુ તા.ગરૂડેશ્વર ) એ આપેલી ફરીયાદ મુજબ તે તથા તેમના પત્ની સરોજબેન પોતાની મો.સા.નં. GJ-22-D-9714 લઇને સોંઢલીયા ગામે મરણ પ્રસંગમાં ગયેલ ત્યાંથી બપોર આશરે દોઢ- પોણા બે વાગ્યાના અરસામાં પરત ઘરે જવા નીકળે તે વખતે સોંઢલીયા ચોકડીથી શહેરાવ ગામ તરફ જતા શહેરાવ ગામ તરફથી મો.સા. નં. GJ-16-N-411 નો ચાલક પોતાની મો.સા. પુરઝડપે હંકારી લાવી તેમની મો.સા.સાથે એક્સીડન્ટ કરી તેમને  ઇજા પહોંચાડી પોતાની મો.સા. લઇને ત્યાંથી નાસી જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:22 pm IST)