ગુજરાત
News of Friday, 26th November 2021

જે.ડી.જી કન્યા વિધાલય સાણંદમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : દેશભરમાં  ૨૬ નવેમ્બરને બંધારણદિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અનુસંધાને ભગીની સમાજ સંચાલિત સાણંદની જે.ડી.જી કન્યા વિધાલય શાળામાં બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. વિધાર્થીનીઓને બંધારણ સમિતિ અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર વિષે સંસ્થાના ટ્રસ્ટી ગૌતમ રાવલ દ્વારા વિસ્તૃત માહિતી આપવમાં આવી હતી.  જે.ડી.જી સ્કૂલથી રેલી સ્વરૂપે સંસ્થાના ટ્રસ્ટી મંત્રી જેસીંગજી ઠાકોર, ગૌતમ રાવલ,શાળાના આચાર્ય સુમનબેન,દાદાગ્રામ આશ્રમ શાળાના મહેન્દ્રભાઇ અને બંને શાળાનો સમગ્ર સ્ટાફ ખાદી કેન્દ્ર ના બાલાભાઇ તેમજ શાળાની વિધાર્થીનીઓ સાથે સાણંદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ડૉ.આંબેડકરજીની પ્રતિમાએ પહોંચી પુષ્પાંજલિ કરવામાં આવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(7:19 pm IST)