ગુજરાત
News of Friday, 26th November 2021

અમદાવાદ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા યોજાઇ

સાણંદ ખાતે સંવિધાન દિવસે આયોજિત સંવિધાન ગૌરવ યાત્રામાં ભાજપના હોદ્દેદારો , કાર્યકરો સહિત નગરજનો જોડાયા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારત દેશને ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના દિવસે ભારતરત્ન વિશ્વ વિભૂતિ મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકરજી દ્વારા સંવિધાન રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. ભારતના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૫ થી ૨૬ મી નવેમ્બરના દિવસે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ. આ સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત ભારતીય જતતા પાર્ટી અમદાવાદ જિલ્લા અનુસૂચિત મોરચા દ્વારા સાણંદ ખાતે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તારીખ: ૨૬/૧૧/૨૦૨૧ને શુક્રવારે સવારે ડો.બાબાસાહેબની પ્રતિમા સાણંદથી સંવિધાન ગૌરવ યાત્રા શરૂ થઇ અને નગરપાલિકા હોલમાં સભા સ્વરૂપે ફેરવાઈ  હતી. આ કાર્યક્રમમાં પુર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રી અનુ.જાતિ મોરચો ભાજપ વિક્રમભાઈ ચૌહાણ, અમદાવદ જીલ્લા ભાજપ પ્રમુખ  હર્ષદગિરી ગોસાઈ,  ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત નગરજનો જોડાયા હતા. (તસવીર : ચિરાગ પટેલ – સાણંદ)

(7:17 pm IST)