ગુજરાત
News of Friday, 26th November 2021

બોરસદ તાલુકાના બોદાલ ગામ નજીક પરિણીતા પર દહેજ મામલે ત્રાસ ગુજારી પરેશાન કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ:તાલુકાના બોદાલ ગામે રહેતી એક પરિણીતાને અમેરિકા લઈ જવાની લાલચ આપીને તેણીની સાથે લગ્ન કર્યા બાદ દહેજના મુદ્દે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પતિ, સાસુ-સસરા અમેરિકા જતા રહેતા આ અંગે આણંદના મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે પતિ, સાસુ-સસરા, નણંદો તેમજ માસી સાસુ વિરૂદ્ઘ દહેજ ઉત્પીડનનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોદાલ ગામે રહેતા ફરિયાદી પરેશાબેનના લગ્ન ગત ૧૬-૩-૨૦ના રોજ એનઆરઆઈ સંદિપભાઈ ચંદુભાઈ પટેલ સાથે આર્ય સમાજમાં થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ ગામડી ગામે યોજાયેલી કથાના પ્રસંગ બાદ પતિ અને સાસુ-સસરા દ્વારા લગ્નના ખર્ચ પેટે પાંચ લાખની માંગણી કરી હતી પરંતુ પરિણીતાએ પોતાના પિયર પક્ષના સભ્યોને વાત કરીને ચાર લાખની વ્યવસ્થા કરી પતિને આપ્યા હતા.

 

(6:01 pm IST)