ગુજરાત
News of Friday, 26th November 2021

વડોદરા:કરાટે ક્લાસમાં જતી 12 વર્ષીય કિશોરી સાથે કોચે શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: કરાટે ક્લાસમાં જતી ૧૨ વર્ષની  કિશોરીના સ્નાયુઓ ખેંચાઇ જતા કોચ દ્વારા તેલ માલિશના બહાને કિશોરીના કપડા ઉતારાવી શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.જે અંગે કિશોરીની માતાની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,તરસાલી ઘનશ્યામ પાર્કમાં રહેતો ૪૩ વર્ષનો  વિકાસ સુભાષચંદ્ર સોઢી ઘરે જ કરાટેના ક્લાસ ચલાવે છે.તેના ક્લાસમાં છેલ્લા બે વર્ષથી કરાટે શીખવા માટે ૧૨ વર્ષની કિશોરી આવતી હતી.બે દિવસ પહેલા કિશોરીને ટ્રેનિંગ  દરમિયાન સ્નાયુઓ ખેંચાઇ જતા વિકાસે તેલ માલિશ કરવાના બહાને કિશોરીના કપડા ઉતારાવ્યા હતા.ત્યારબાદ કોચ  દ્વારા કિશોરી સાથે શારીરિક અડપલા શરૃ કરવામાં આવ્યા હતા.કામાંધ કોચે કિશોરીને કિસ પણ કરી હતી.ગભરાયેલી કિશોરીએ ઘરે જઇને માતાને વાત કરી હતી.અને માતાએ આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કરાટે કોચની ધરપકડ કરી છે.

(6:23 pm IST)