ગુજરાત
News of Friday, 26th November 2021

અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે આવશેઃ ગાંધીનગરના ભા અમૂલ ડેરીના નવા પેકેજીંગ પ્‍લાન્‍ટને ખુલ્લો મુકશેઃ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

કેન્‍દ્રીય મંત્રીની 27 અને 28ના ગુજરાતની મુલાકાતને લઇને કડક બંદોબસ્‍ત

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને અમિત શાહ ખુલ્લો મૂકશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે. ચૂંટણીઓને લઈને પણ અમિત શાહની મુલાકાત વિશેષ માનવામાં આવી રહી છે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27- 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે તેમના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે, જેમાં તેઓ ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને ખુલ્લો મૂકશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 નવેમ્બરે અમિત શાહ અમૂલના મિલ્ક પાઉડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં અમૂલ ડેરી ખાતે મિલ્ક પાઉડર પ્લાન્ટ બનાવાયો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાતને લઇને રાજકીય અટકળો પણ તેજ બની છે.

(5:08 pm IST)