ગુજરાત
News of Friday, 26th November 2021

રાજ્યમાં ટેકાના ભાવે સૌથી વધુ રાજકોટ જિલ્લાના ૨૨૧૦ ખેડૂતોએ મગફળી વેંચી

ગુજરાતમાં કુલ માન્ય ૨,૨૮,૫૮૩ નોંધણી પૈકી ૧,૧૨,૬૧૬ ખેડૂતોને મેસેજ મોકલાઇ ગયા : જામનગરના ૧૧૩૩ અને જૂનાગઢના ૯૫૬ ખેડૂતો : ૧૧૯ કેન્દ્રો કાર્યરત

રાજકોટ,તા. ૨૬ : રાજ્યમાં નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ૧૭ દિવસથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલી રહી છે. કુલ નોંધણી પૈકી ૨,૨૮,૫૮૩ ખેડૂતોની નોંધણી થયેલ.જેમાંથી આજે બપોર સુધીમાં ૧,૧૨,૬૧૬ ખેડૂતોને એસ.એમ.એસ મોકલાયેલ તે પૈકી ૯૯૯૮ ખેડૂતોએ મગફળી વેંચી છે. ૪૪૨ ખેડૂતોની મગફળી રદ થઇ છે. મગફળી ખરીદીનું અડધુ કાર્ય પૂર્ણ થઇ ગયુ છે. સરકારે ૪૧૦૦ લાખ મગફળી ખરીદી છે. તે કવીન્ટલની દ્રષ્ટિએ ૧,૮૮,૮૬૮ થાય છે.

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના કયાં જિલ્લાના ખેડૂતોએ કેટલી મગફળી વેચી તેની માહિતી નીચે મુજબ છે.

જિલ્લા

ખેડૂતો

રાજકોટ

૨૨૧૦

જામનગર

૧૩૩૩

જૂનાગઢ

૦૯૫૬

દ્વારકા

૦૭૬૩

ગિર સોમનાથ

૧૪૬૨

અમરેલી

૦૪૯૧

મોરબી

૦૪૩૬

પોરબંદર

૦૨૦૧

સુરેન્દ્રનગર

૦૬૧૯

ભાવનગર

૧૪૮૭

બોટાદ

૦૦૯૩

 

(3:38 pm IST)