ગુજરાત
News of Friday, 26th November 2021

ફરી પાછા રેઈનકોટ કાઢી રાખજો

આવતા સપ્તાહમાં માવઠુ - કમોસમી વરસાદ

મંગળવારથી અસર વર્તાવા લાગશે, બુધ-ગુરૂ વધુ શકયતા

રાજકોટ : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ હતું કે અરબ સાગરની સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત નજીક આવતી સિસ્ટમ્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આનુસાંગિક રચાતા ટ્રફ અનુસંધાને ફરી ગુજરાત રાજયમાં તા.૩૦ થી તા.૩ ડિસેમ્બર દરમિયાન માવઠુ થશે : તા.૩૦ થી અસરની શરૂઆત થશે. મુખ્ય અસર તા. ૧-૨ ડિસેમ્બર દરમિયાન જોવા મળશે. તા.૩ થી અસર ઓસરવા તરફ રહેશે. (આગાહી સમયમાં બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ્સ બનશે.)

(3:33 pm IST)