ગુજરાત
News of Friday, 26th November 2021

ગ્રાહકોને પૂરતુ 'વજન' આપજો નહિતર દંડાશોઃ તોલમાપ ખાતાની ધોંસ

અમદાવાદની હોટલ અને મહેસાણાના વેપારીઓ સામે કાર્યવાહી

રાજકોટ, તા. ૨૬ :. રાજ્યના તોલમાપ ખાતાએ ભાવ અને વજન બાબતે ગ્રાહકોને અન્યાય કરતા વ્યવસાયિક એકમો સામે લાલ આંખ કરી છે. આગામી દિવસોમાં આ બાબતે રાજ્યવ્યાપી ઝૂંબેશ શરૂ થાય તેવા એંધાણ છે.

જા  ણવા મળ્યા મુજબ હોટલ લીજન્ડઝ ઓફ પંજાબ-અમદાવાદ દ્વારા મીનરલ વોટર બોટલમાં વધુ ભાવ લેવા બાબતે તથા હોટલના મેનુકાર્ડમાં ખાદ્ય ચીજવસ્તુઓ સામે તેનો જથ્થો વજન કે માપ દર્શાવેલ ન હોવાની ફરીયાદ મળેલ છે. જે અન્વયે તંત્ર દ્વારા ઉકત સ્થળે ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરતા મીનરલ વોટર બોટલ ઉપર છાપેલ કિંમત કરતા વધુ ભાવ વસુલ કરતા માલુમ પડેલ તેમજ મેનુકાર્ડ તપાસતા ખાદ્ય ચીજવસ્તુઓ સામે તેનો જથ્થો વજન કે માપમાં દર્શાવેલ ન હોવાથી ધી લીગલ મેટ્રોલોજી કાયદા / નિયમોના ભંગ સબબ પ્રોસીકયુકશન કેસ કરવામાં આવેલ છે.

કુડાસણ, ગાંધીનગર ખાતે આવેલ સત્યમ શિવમ્ સુંદરમ એકમ ઉપર હોઝીયરીના પેકેટ ઉપર ભાવમા ચેકચાક તથા વધુ ભાવ લેવા બદલ ધી લીગલ મેટ્રોલોજી કાયદા / નિયમોના ભંગ સબબ પ્રોસીકયુશન કેસ કરવામાં આવેલ છે.

મહેસાણા જિલ્લામાં વિવિધ પ્રકારના ૬ વેપારી એકમો ઉપર તપાસ કરતા કરીયાણાના વેપારી દ્વારા સૂકા મેવામાં ઓછું વજન આપવા બદલ તથા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં ચોખામાં ઓછું વજન આપવા બાબતે અને દૂધ પાર્લર ઉપર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવા બાબતે તેમજ નિયમાનુસાર ઈલેકટ્રોનીક વેઈંગ સ્કેલ ન રાખવા તથા નિયત સમય મર્યાદામાં ચકાસણી મુદ્રાંકન ન કરાવવા બાબતે ધી લીગલ મેટ્રોલોજી એકટ / નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ત્રીસ હજાર રૂપિયા કાયદેસર ફી વસુલ કરવામાં આવેલ છે.

(12:39 pm IST)