SGVP ગુરુકુલમાં સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા યોજાયેલ સહજાનંદ ક્રિકેટ વિન્ટર કપ-8 ટુર્નામેન્ટ
વડોદરાની શશી હન્ટર ઇલેવન ટીમ પ્રથમ વિજેતા પ્રથમને રુ.૪૧,૦૦૦/- અને દ્વિતીયને રુ. ૨૧,૦૦૦ રોકડ પુરસ્કાર
અમદાવાદ તા.૨૬ ; શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ ખાતે સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ટેનિસ બોલમાં સહજાનંદ ક્રિકેટ વિન્ટર કપ-૮ નું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાતની ૩૨ ક્રિકેટ ટીમોએ ભાગ લીધેલ.
ફાઇનલ મેચમાં વડોદરાની શશી હન્ટર ટીમે દેવ ઇલેવન ક્રિકેટ ટીમને આઠ વિકેટે હરાવતા પ્રથમ વિજેતા ટીમને કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી અને સંચાલક કુંજવિહારીદાસજી સ્વામી તથા ચીફ રેક્ટર શ્રી જાલમસિંહ રાવલના હસ્તે પ્રથમ વિજેતા ટીમ શશી હન્ટર ઇલેવનને રુપિયા ૪૧,૦૦૦ રોકડ તેમજ ટ્રોફી અને અમદાવાદની દેવ ઇલેવન રનર્સ અપ ક્રિકેટ ટીમને રુપીયા ૨૧,૦૦૦ રોકડ અને ટ્રોફી એનાયત કરવામાં આવેલ.
મેન ઓફ ધ મેચ સુરજ દેશાઇને ટ્રોફી સાથે રુ. ૯,૦૦૦ રોકડા પુરસ્કાર
બેસ્ટ બેટ્સમેન ભરત ભરવાડને ટ્રોફી સાથે રુ. ૫,૦૦૦ રોકડા પુરસ્કાર
બેસ્ટ બોલર બ્રિજ તોમરને ટ્રોફી સાથે રુ. ૫,૦૦૦ રોકડા પુરસ્કાર
કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ભરત પટેલ, માલદેવ કેશવાલા તથા પ્રેરકભાઇએ ટુર્નામેન્ટની વ્યવસ્થા સંભાળી હતી.
સત્સંગ પ્રવાસ કરી રહેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વિજેતા ટીમને આશીર્વાદ આપ્યા હતા.