ગુજરાત
News of Friday, 26th November 2021

રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો બાદ હવે એસટી ડેપોના પ્લેટફોર્મ પર પણ આખલા ઉભા રહેતા મુસાફરોમાં ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા વર્ષોથી રખડતા પશુ,જાનવરો નો આતંક વધ્યો છે જેમાં તંત્ર પણ આ માટે નિષ્ફળ ગયું છે ત્યારે અવાર નવાર શહેરની સાંકડી ગલીઓમાં તોફાને ચઢતા આખલા દ્વારા વાહનો ને નુકશાન ની સાથે સ્થાનિકોમાં પણ ભય ઉભો થયો છે.

ત્યારે શહેરના મુખ્ય માર્ગો બાદ હવે રાજપીપળા એસટી ડેપોના પ્લેટફોર્મ ઉપર ગુરુવારે ચઢી ગયેલા એક કદાવર આખલાને જોઈ ત્યાં ઉભેલા મુસાફરો માં ભય જોવા મળ્યો હતો.જોકે આ આખલા એ કોઈ તોફાન કર્યું ન હતું પરંતુ અચાનક તોફાને ચઢવા ટેવાયેલા આખલાને જોઈ ફફળતા લોકોની નજર સતત આખલા પર રહી હતી.માટે તંત્ર શહેરમાં રખડતા જાનવરો બાબતે ગંભીર બની આ માટે કોઈ કાયમી વિકલ્પ લાવે તેવી માંગ ઉઠી છે.

(10:58 pm IST)