ગુજરાત
News of Thursday, 25th November 2021

ઠાસરા તાલુકાના મોરઆંબલી ગામે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણોસર ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો પરેશાન

ઠાસરા:તાલુકાના મોરઆંબલી ગામના ખેડુતો મૂશ્કેલીમાં મૂકાયા છે.ગામના ખેડુતા સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે તેમના ખેતરો સરોવરમાં ફેરવાયા છે.આ અંગે ખેડુતોએ સુત્રોચ્ચારકરી પ્રશ્ન હલ નહી થાય તો ગાંધીચિન્ધયા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. ઠાસરા તાલુકાના  મોરઆંબલી ગામના ખેડુતો ભર શિયાળે  દયનીય સ્થિતીમાં મૂકાયા છે. છેલ્લા ૨૫ વર્ષથી મોરઆંબલી  ગામના ખેડુતોને  સિંચાઇ શાખા સાથે કેનાલના પાણી માટે કકળાટ ચાલી રહ્યો છે. 

મોરઆંબલી  ગામની ગોચર જમીનમાંથી નીકળી શેઢી શાખાની નાની કેનાલોને પાકુ કામ કરવામાં આવી હતી.વળી આ કેનાલોનુ કામ અધુરુ રહેવાને કારણે કેનાલોને કાચી છોડી દવામાં આવી છે.જેના કારણે ગામના ૫૦ જેટલા ખેડુતોની ૭૦ વીઘા જમીન તળાવ જેવી પરિસ્થિતીમાં ફેરવાઇ છે.આમ ગામની ખેતી લાયક જમીન ઘણા વર્ષોથી બિન ખેતી લાયક બનીને રહી ગઇ છે.આ સમસ્યાને કારણે ખેતી પર નભતા પરિવારો પાયમાલી તરફ જઇ રહ્યા છે. આ સમસ્યા અંગે ગામના ખેડુતોએ જણાવ્યા અનુસાર આ અંગે સિંચાઇ શાખામાં ફોનકરી તેમજ આવેદનપત્રો આપી વારંવાર આ સમસ્યાનુ નિરાકરણ લાવવા વિનંતી કરાઇ છે.જ્યારે આ સમસ્યા અંગે ઠાસરા મામલતદાર,ટી.ડી.ઓ અને પ્રાંત અધિકારીઓને પણ વારંવાર આવેદન પત્રો પાઠવવામાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.પરંતુ અધિકારીઓનુ પેટનુ પાણી પણ હલ્યુ નથી.અમારી રજૂઆતોને ધોળીને પી ગયા હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે ખાતરો પેટ્રોલ, ડિઝલ જેવી ખેત કામમાં આવતા ચીજવસ્તુઓના ભાવ વધારો ઝીંકી ખેડુતોને પાયમાલ કરવામાંકોઇ કચાશ રાખી નથી. આ બધી વિકટ પરિસ્થિતીમાં ખેડુતો ખેતી કરવા કાળી મજૂરી કરી પેટિયુ રળતા હોવાનુ જણાવ્યુ હતુ.અધિકારીઓએ ખેડુતોને મદદ કરવાને બદલે વગર વરસાદ ખેતરોમાં તળાવજેવીપરિસ્થિતી ઉભી કરવામાં કોઇ કચાશ છોડી નથી.

(5:37 pm IST)