ગુજરાત
News of Thursday, 25th November 2021

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના છત્રીસા ગામે દારૂ બનવાનું કારખાનું ઝડપી આરોપીને ઝડપી પાડયા

સાબરકાંઠા:જિલ્લાના તલોદ તાલુકાના છત્રીસા ગામના એક રહેણાંકના મકાનમાંથી તલોદ પોલીસે ''ઈંગ્લીશ દારૂ બનાવતું મીની કારખાનું'' ઝડપી લઈને તેમાં સંડોવાયેલા આરોપી બાપ-દિકરાને કુલ રૃા. ૪ લાખ ૭૫ હજાર ૭૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતાં સનસનાટી મચી જવા પામી હતીઅમદાવાદના બાપુનગર ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી તેના પુત્ર સાથે અહીં છત્રીસા ખાતેના એક મકાનમાં આ ગે.કા. વેપલો કરતો હોવાનું જાણવા મળેલ છે. જે વિદેશ માર્કા વાળી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બનાવી પેક કરરીને ''ઓફિસરમાં ચોઈસ કલાસીક વ્હીસ્કી''ના લેબલ લગાવી વેચાણ કરતા હતા.

તલોદ પોલીસને મળેલ એક બાતમીના આધારે પોલીસની એક ટુકડી પંચો સાથે છત્રીસા ગામના એક મકાનમાં ત્રાટકી હતી. જ્યાં મકાનની ચોપાડમાં બેઠેલા બે વ્યક્તિઓની તપાસ અને તલાશ કરી ઝડપી લીધા હતા. મકાનની અંદર તલાશ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. જ્યાં પોલીસને વિદેશી માર્કાના બનાવડી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી દારૂની બોટલો પેક કરેલા ૪૬ બોક્સ (કાર્ટુન) પોલીસે હસ્તગત કર્યા હતા. જેમાંથી કુલ ૫૫૨ બોટલો મળી આવી હતી. અંદાજીત રૃા. ૨ લાખ ૫૧ હજાર ૧૬૦/-ની કિંમતની આ બોટલો ઉપરાંત બોટલો પેડા કરવાનું મશીનઆલ્કોહોલ મીટરખાખી રંગના ૮૦ કાર્ટુન (બોક્સ)કથ્થાઈ કલરનું પ્રવાહીબોટલ ઉપર ચોંટાડવાના ઓફિસર્સ ચોઈસ કલાસિક વ્હિસ્કીના ૧૪૪ લેબલ સહિત આ ઓપરેશનમાં તલોદ પોલીસે બાપ-દિકરા આરોપીના કબજામાંથી કુલ રૃા. ૪ લાખ ૭૫ હજાર ૭૯૦/-નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

(5:31 pm IST)