ગુજરાત
News of Thursday, 25th November 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ રોડ શો ના પ્રારંભે નવીદિલ્હી માં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક

મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડ ના એમ.ડી અને સી ઈ ઓ શ્રી કેનીચી આયકાવા સાથે બેઠક કરી : મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રી ને માહિતગાર કર્યા

રાજકોટ:::મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ  રોડ શો ના પ્રારંભે નવીદિલ્હી માં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસ ની શરુઆત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ  આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા  લિમિટેડ ના એમ.ડી અને સી ઈ ઓ શ્રી કેનીચી આયકાવા   સાથે બેઠક કરી હતી.

 મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીશ્રી ને માહિતગાર કર્યા હતા.

ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડ ના  રોકાણ ની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીશ્રીને આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તેમને રાજ્ય સરકાર ના સંપૂર્ણ સહયોગ ની ખાતરી આપી હતી અને ખાસ કરીને  સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નું પણ આમંત્રણ આપ્યું હતું.

(12:19 pm IST)