ગુજરાત
News of Thursday, 25th November 2021

રાજપીપળામાં રેવન્યુ તલાટી નિમિશા રાવત નામ કમી કરવાના અવેજ પેટે 1,000 રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ધારીખેડા ગામના મહિલા તલાટી એક હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા રાજપીપળા મામલતદાર કચેરીમાં ચકચાર મચી ગયો હતો.

મળતી માહિતી મુજબ રાજપીપળા ખાતેની મામલતદાર કચેરીમાં આજરોજ નાદોદ તાલુકાના ધારીખેડા ગામના રેવન્યુ તલાટી નિમિષાબેન બળદેવભાઈ રાવત ફરિયાદીના માતા મૃત્યુ પામ્યા હોવાથી ફરિયાદીની ૭/૧૨, ૮/અ માંથી નામ કમી કરી આપવાના અવેજ પેટે રૂા.૧૦૦૦ ની લાંચ લેતા એસીબી નર્મદા ના છટકામાં રંગે હાથ ઝડપાઇ જતા મામલતદાર કચેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો
 અત્રે ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલાજ મામલતદાર કચેરી માં ભોઈ તળિયે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દિલીપ તરૈયા પણ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા હતા ત્યારે આજે ફરી આ કચેરીમાં રેવન્યુ તલાટી પણ લાંચ લેતા ઝાડપાતા ટૂંકા સમયમાં એકજ કચેરીના અલગ અલગ વિભાગમાં એસીબી એ લાંચ લેનાર ને પકડી ગુનો દાખલ કરતા સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

(10:15 pm IST)