ગુજરાત
News of Thursday, 26th November 2020

પાશ્વગાયિકા અનુરાધા પોંડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતરીતે તાનારીરી એવોર્ડથી નવાજયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં તાનારીરી ઍવોર્ડથી સન્માનિત કર્યા

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાનારીરી એવોર્ડમાં વર્ષ 2020-21નો એવોર્ડ પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો છે.

 આ એવોર્ડમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5 લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શોલથી બહુમાન કરવામાં આવે છે. સંગીત-ગાયન-વાદ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ એવોર્ડ આપ્યો હતો

  2010માં હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સંગીત ક્ષેત્રે અને વાદ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપનારા કલાકારોને ઍવોર્ડથી નવાજવાની પરંપરા શરૂ કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ અનુરાધા પોંડવાલને ગાંધીનગરમાં તાનારીરી ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે

(6:54 pm IST)