ગુજરાત
News of Thursday, 26th November 2020

ગાંધીનગર જિલ્લામાં દારૂ ગાળવાની પ્રવૃર્તી પર પોલીસની ચાંપતી નજર:સે-15ફતેપુરામાં મીની તર્કથી દેશી દારૂ ગાળવાનો 700 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપવામાં આવ્યો

ગાંધીનગર :શહેર જિલ્લામાં પોલીસ દેશી દારૂ ગાળવાની પ્રવૃતિ ઉપર વોચ રાખી રહી છે ત્યારે સે-૧પ ફતેપુરામાં મીની ટ્રકમાંથી વેચવા માટે લવાયેલો દેશી દારૂ ગાળવા માટેનો ૭૦૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો સે- પોલીસે ઝડપી પાડયો છે અને સંદર્ભે ગોળ મોકલનાર, મંગાવનાર અને ખરીદનાર એમ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી ર૧ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં દેશી દારૂ ગાળવાની પ્રવૃતિને અટકાવવા માટે પોલીસે પેટ્રોલીંગ વધાર્યું છે અને બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડા પણ પાડવામાં આવી રહયા છે ત્યારે સે- પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સે-૧પ ફતેપુરા ખાતે મહાકાળી માતાજીના મંદિર પાસે અખાદ્ય સડેલો ગોળ ટ્રકમાંથી ઉતરી રહયો છે જે બાતમીના પગલે દરોડો પાડતાં જીજે-૦૯-વી-૯૬૮૪ નંબરના ટ્રકમાં કંતાનમાં સડેલો ગોળ ભરેલો હતો. જેથી ટ્રક ચાલકનું નામ પુછતાં મહેશજી પોપટજી રાણા રહે. જામળા, કલોલ જયારે પાછળ બેઠેલા શખ્સનું નામ ભરત પોપટભાઈ જાની રહે.રાંધેજા હોવાનું બહાર આવ્યું હતું તો ત્યાં મનોજ બાબુભાઈ દંતાણી રહે.રાંધેજા, સાંઈબાબા મંદિરને પણ પકડી લીધો હતો. કંતાનમાં તપાસ કરતાં તેમાંથી ૭૦૦ કિલો જેટલો અખાદ્ય ગોળ મળી આવ્યો હતો. ટ્રક ભરતભાઈના પુત્ર મીતેશની હોવાનું બહાર આવ્યું હતું. જયારે ગોળ માધુપુરા ચોક ખાતે રહેતા મુલચંદ બકરીદાસ શાહ પાસેથી ખરીદયો હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે મામલે કલમ-૭૦એ મુજબ ગુનો નોંધી ગોળનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

(6:08 pm IST)