ગુજરાત
News of Thursday, 26th November 2020

સુરતના પાંડેસરામાં મજાક મસ્તી કરવું શખ્સને ભારે પડ્યું: સંબંધીએ યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: શહેરના પાંડેસરામાં બુધવારે રાત્રે મજાક મસ્તીમાં સંબંધીએ યુવાનને ચપ્પુ વાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નવી સિવિલ મળેલી વિગત મુજબ પાંડેસરામાં પ્રેમ નગરમાં રહેતો 23 વર્ષીય દિપક સંજયભાઈ નગરાળે ગઈકાલે રાત્રે ઘર પાસે કોઈ વ્યક્તિએ પેટના ભાગે રહસ્યમય સંજોગોમાં ચપ્પુ માર્યું હોવાની ચર્ચાઈ રહ્યું હતું.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે દિપક અને તેના સંબંધી યુવક સાથે મજાક મસ્તી કરતા હતા, ત્યારે તેને ચોખ્ખુ વાગી ગયું હતું. જોકે અંગે સમાધાન થતા ફરિયાદ કરવામાં નહીં હોવાનું જાણવા મળે છે, જ્યારે દિપક મૂળ મહારાષ્ટ્રના અહમદનગરનો વતની છે. તે પાંડેસરાની મિલમાં નોકરી કરે છે.

(6:06 pm IST)