ગુજરાત
News of Thursday, 26th November 2020

વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં ઓફિસમાં દારૂની મહેફિલ માણતા શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

વડોદરા: શહેર ના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની વિગતોના પગલે પોલીસે દરોડો પાડી ચાર યુવકોને મહેફિલ માણતા ઝડપી પાડયા હતા.

મચ્છીપીઠના આદિલ કોમ્પલેક્ષમાં આવેલી ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ નામની ઓફિસમાં ગઇરાત્રે આમિર પઠાણ અન્ય મિત્રોને ભેગા કરી દારૂની મહેફિલ માણી રહ્યો હોવાની વિગતો મળતા કારેલીબાગ પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે ઉપરોક્ત સ્થળેથી (1) આમિર નસરુલ્લાખાન પઠાણ (રહે. સોદાગર જીમખાના બીજા માળે,નવાબવાડા) તેમજ તેની સાથે (2) અઝહર રફિકભાઈ શેખ (રહે.મદીના મંઝિલ, મચ્છીપીઠ),(3) ઇમરાન ખાન ઈબ્રાહીમ ખાન પઠાણ (રહે.ગોકુળ એપાર્ટમેન્ટ, નાગરવાડા) અને (4)શાહરૂખ સરવર ખાન પઠાણ (રહે.ગીતાંજલી એપાર્ટમેન્ટ,નાગરવાડા) ને ઝડપી પાડી દારૂની બે બોટલ, નાસ્તાનાં પેકેટ તેમજ ગ્લાસ કબ્જે કર્યા હતા.

(6:05 pm IST)