ગુજરાત
News of Thursday, 26th November 2020

જીટીયુની પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશેઃ ૧૦ ડિસેમ્બરથી શરૂ થશે પી.જીની પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે. કોવિડની ગાઇડલાઈન અનુસાર લેવાશે ઓફલાઇન પરીક્ષા. ૧૦ મી ડીસેમ્બરથી શરૂ થવાની છે પી.જી અને ૧૫ ડીસેમ્બરથી યુ.જીના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. સેમેસ્ટર ૩, ૪ અને ૫ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા યોજાવાની છે. અંદાજે ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ જીટીયુની પરીક્ષા આપવાના છે. રાજયભરમાં દરેક જિલ્લા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે.

(3:36 pm IST)