ગુજરાત
News of Thursday, 26th November 2020

કોરોના કાળમાં ધુમ્રપાન ઘાતક નિવડી શકે છે

ફેફસાના રોગોના નિષ્ણાંત ડો. રાવલે સીઓપીડીના કારણો અને આડઅસરોની ચેતવણી આપી

અમદાવાદ તા. ર૬: સામાન્ય વ્યકતીની સરખામણીએ ધુમ્રપાન કરનારને સીઓપીડી એટલે કે ફેફસામાં અટેકનો ખતરો વધી જાય છે. તેવામાં કોરોના સંક્રમિત થતા હુમલાની તીવ્રતા ર થી પ ટકા વધે છે. કોરોના મહામારી અને છેલ્લા એક વર્ષમાં સીઓપીડીનો ખતરો સતત વધી રહ્યો છે.

વર્લ્ડ સીઓપીડી કે નિમિતે જાગરૂકતા વધારવા ઉદ્દેશ્યથી ફેફસાના રોગના તજજ્ઞ ડો. નરેન્દ્ર રાવલે આ માહિતિ આપેલ. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી અમદાવાદમાં પ્રેકટીસ કરી રહ્યા છે. સોશ્યલ મિડીયાના માધ્યમથી લાઇટ સેશન દરમિયાન તેમણે જણાવેલ કે એક વર્ષથી દેશ-વિદેશમાં કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. એટલા માટે સીઓપીડી અને કોરોના વાયરસ એક સાથે ભેગા થતા ફેફસાનો અટેક થવાની સંભાવના વધી જાય છે. તેમણે જણાવેલ કે કોરોના કાળમાં ધુમ્રપાન ઘાતક સાબીત થઇ શકે છે.

આવા રોગીઓને ઇન્હેલર અથવા રોટાકૈપ દ્વારા જરૂરી દવાઓ અપાય છે. વિશ્વમાં ઉપલબ્ધ નવી દવા પહેલા કરતા ઓછા ભાવે મળે છે. આ દવા દર્દીને નિયમિત રૂપે અપાય છે. દર મહિને અથવા ત્રણ મહિને ફેફસાનું ફંકશન ટેસ્ટ કરાય છે અન્ય દવાની સાથે સ્ટીરોઇડનો ઉપયોગ પણ કરાઇ છે. ફેફસાના અટેક માટે વિશ્વમાં થોડી દવાઓ છે.

ડો. રાવલના જણાવ્યા મુજબ સીઓપીડી થવાના મુખ્ય કારણો, બીડી, તમાકુ છે. ધુમ્રપાન સીવાય તમાકુ રહીત સીઓપીડીમાં કેમીકલ ઇન્ડસ્ટ્રી, ખેતર ઉપર મજુરીના કામકાજ, ઘરોમાં મહિલાઓની તૈયાર થનાર ભોજન, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લાકડા, છાણ, કેરોસીનની મદદથી ભોજન તૈયાર કરવા વગેરેથી ફેફસામાં પ્રદુષીત હવા જાય છે. ફેફસાની નળીઓ સાંકડી હોય છે અને તેમાં સ્થાયી રીતે સોજો આવે છે. જેથી સુકી ઉધરસ થાય છે અને ત્યારબાદ શ્વાસ ચઢે છે. તાવના કારણે કફ નિકળે છે અને અન્ય કારણોથી શ્વાસ ચઢવાના લક્ષણો અનુભવાય છે.

(3:35 pm IST)