ગુજરાત
News of Thursday, 26th November 2020

લીમડી-બગોદરા હાઈવે ઉપર ભયંકર અકસ્માત : કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ

મહારાષ્ટ્ર પાસીંગવાળી આ કારના ચાલક હર્ષિત અને કારમાં બેઠેલા બે બહેનોને પણ આંખ અને માથામાં ગંભીર ઈજા

રાજકોટ : આજે સવારે લીમડી - બગોદરા વચ્ચે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો : મહારાષ્ટ્ર પાસીંગવાળી હોન્ડા સીટી કાર ટ્રકની પાછળ ઘુસી જતા જોરદાર અવાજ સંભળાયો હતો : હાઈવે ઉપરથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ પણ પોતાની ગાડીઓ થંભાવી દીધી હતી : મહારાષ્ટ્ર પાસીંગવાળી આ ગાડી હોવાનું જાણવા મળે છે અને કોઈ હર્ષિત નામના વ્યકિત આ કાર ચલાવતુ હોવાનું જાણવા મળે છે અને આ કારમાં બે બહેનો પણ બેઠા હતા તેઓને પણ આંખમાં અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે : બનાવ સ્થળે ટ્રાફીક જામ સર્જાઈ ગયો હતો : કોઈએ એમ્બ્યુલન્સની જાણ કરતાં તુરંત એમ્બ્યુલન્સ હાઈવે ઉપર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજા પામેલાઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
 

(12:54 pm IST)