ગુજરાત
News of Thursday, 26th November 2020

નિવાર વાવાઝોડાની ગુજરાતમાં અસર: વાદળછાયા વાતાવરણ બાદ માવઠું:ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ

સૌરાષ્ટ્રના દરિયે વાદળા ઘેરાણાં ;અરવલ્લીમાં કમોસમી વરસાદ મંડાણો

અમદાવાદ : ગુજરાતમાં નિવાર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયે વાદળા ઘેરાણાં છે. અરવલ્લીમાં આજે કમોસમી વરસાદ મંડાણો છે.

 

વાવાઝોડું નિવાર દક્ષિણ ભારતને ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાત માથે પણ વાદળા ઘેરાણા છે. અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે.અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો છે આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ માવઠું થયું હતું ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

ગઇકાલે મધરાત્રે મધરાત્રે પુડુચેરી-તમિલનાડુના સમુદ્ર તટે નિવાર વાવાઝોડુ 110 કિમીની ઝડપે દરિયા કિનારે ટકરાયું હતું. વાવાઝોડુ હાલ ઉત્તર, પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું

(11:34 am IST)