ગુજરાત
News of Thursday, 26th November 2020

ભાજપના વધુ એક સાંસદને કોરોના વળગ્યો : કેવડિયામાં દેવુંસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કેવડિયામાં ચાલી રહેલી કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ

અમદાવાદ : ભાજપના વધુ એક સાંસદને કોરોના વળગ્યો છે કેવડિયા ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સાથે મુલાકાત કરી હતી.

   દેવુસિંહ કેવડિયા ખાતે ટેન્ટ સીટી 2 માં કૉન્ફ્રસ્ન્સ માં ભાગ લેવા પહોંચ્યા હતા. કોરોના પોઝિટિવ આવતા દેવુસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. મારા સંપર્કમાં આવેલા સૌએ કોરોના ટેસ્ટ કરાવી લેવા તથા આરોગ્યની સંભાળ લેવા વિનંતી.

   જો કે, ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે, મારુ સ્વાસ્થ સારું છે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા સાવચેતીના ભાગરૂપે હું આઈસોલેટ થયેલ છું. મારા સંપર્કમાં આવેલા તમામ ને વિનંતી કરું કે આપ પણ કોરોના રિપોર્ટ કરાવી સ્વાસ્થ્યની કાળજી રાખશો.

(11:20 am IST)