ગુજરાત
News of Thursday, 26th November 2020

વડોદરાના ભાજપના કોર્પોરેટર મનિષ પગારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રની મુલાકાત બાદ તબિયત બગડતાં રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવતાં હોમ કોરેન્ટાઈન થયા

વડોદરા : અમદાવાદ પછી રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં ભાજપના નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. વડોદરાના ભાજપના કોર્પોરેટર મનિષ પગારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મનિષ પગારે મહારાષ્ટ્રની મુલાકાત બાદ તબિયત બગડતાં રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ કોરેન્ટાઈન થયા છે.

(11:20 am IST)