ગુજરાત
News of Thursday, 26th November 2020

યુવતીઓ પાસે ઓનલાઈન કુકર્મ કરાવતો આર્કિટેક જબ્બે

આર્કિટેક્ચર, કન્સલ્ટન્સી ફર્મના ઓથા હેઠળ કૌભાંડ : પોલીસે આર્કિટેક હોવાનો દાવો કરતા નિલેશ ગુપ્તાને બે યુવતીઓની સાથે ઝડપી લીધો : તપાસનો ધમધમાટ

વડોદરા, તા. ૨૫ : ૪૪ વર્ષનો એક આર્કિટેક ઓનલાઈન સેક્સ ચેટિંગ અને વીડિયો રેકેટ ચલાવતા ઝડપાયો છે. નિલેશ ગુપ્તા નામનો વ્યક્તિ મૂળ આગ્રાનો છે અને તે રે ડિઝાઈન વર્લ્ડ નામની આર્કિટેક્ચર ડિઝાઈન અને કન્સલ્ટન્સી ફર્મના ઓથા હેઠળ ગોરખધંધા ચલાવતો હતો.

નિલેશ વડોદરાના વિવિધ પોશ વિસ્તારોની યુવતીઓને કામમાં રોકી હતી. અંગે બાતમી મળતા પોલીસે નિલેશની ઓફિસ પર દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકોટાના હાર્દિક ચેમ્બર્સમાં આવેલી ઓફિસમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે વોચ રાખવાની શરુઆત કરી હતી, અને પ્રાથમિક તપાસ બાદ રેડ કરવામાં આવી હતી.

પોલીસે દરોડો પાડીને પોતે આર્કિટેક હોવાનો દાવો કરતા ગુપ્તાને બે યુવતીઓ સાથે ઝડપી લીધો હતો, બંને યુવતીઓને તેણે સેક્સ ચેટિંગ અને વિડીયો કોલિંગ માટે રાખી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ગુપ્તા યુરોપની એક એડલ્ટ વેબસાઈટને વિડીયો ચેટિંગ કન્ટેન્ટ પૂરું પાડતો હતો, અને તેના બદલામાં તેને ટોકન્સ મળતા હતા.

વેબસાઈટે કસ્ટમર્સની ઓળખ છૂપી રાખવા માટે પોતાના ટોકન્સ ક્રિએટ કર્યા હતા, જેને બિટકોઈનમાં ટ્રાન્સફર કરી શકાતા હતા. પોલીસને ૩૦ બિટકોઈન એડ્રેસ મળ્યા છે, અને . બિટકોઈન્સ સાથેનું વોલેટ જપ્ત કરવામાં આવ્યું છે. હાલ એક બિટકોઈનનું મૂલ્ય . લાખ રુપિયા છે.

ગોરખધંધા કરવામાં ગુપ્તાને સાથ આપતી કારેલીબાગ નિવાસી અમી પરમાર નામની યુવતીને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે. પોલીસનું કહેવું છે કે ગુપ્તા રુપિયાની લેવડ-દેવડનું કામ સંભાળતો હતો અને અમી છોકરીઓને શોધીને તેમને ટ્રેનિંગ આપતી હતી. ગુપ્તા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં સ્થાઈ થયો છે અને તે અકોટામાં પોતાની રશિયન પત્ની સાથે રહે છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે ૨૦૧૨માં પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા અને એક રશિયન યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેની પત્ની થોડા મહિના પહેલા રશિયા ગઈ હતી અને ત્યાં લોકડાઉનને કારણે ફસાઈ ગઈ છે.

પૂછપરછમાં ગુપ્તાએ પોલીસને જણાવ્યું હતું કે તે એપ્રિલ ૨૦૧૯ પહેલા અલગ-અલગ જગ્યાએથી કામ કરતો હતો. અગાઉ તે આર્કિટેક તરીકે ફ્રીલાન્સ કામ કરતો હતો, પરંતુ ધંધામાં કમાણી વધારે હોવાથી તે તેના તરફ વળ્યો હતો. નિલેશ ગુપ્તા અને અમી પરમાર ૧૯-૨૫ વર્ષની યુવતીઓને આર્કિટેક ફર્મમાં કામ કરવાના બહાને ઈન્ટર્વ્યુમાં બોલાવતા. પરંતુ તે વખતે અમી તેમને વેબસાઈટ પર અલગ-અલગ પુરુષો સાથે ચેટ કરવું પડશે તેમ કહેતી અને આગળ જતાં તેમની સાથે પોર્નોગ્રાફિક ચેટ કરવાના આવશે તેવું પણ જણાવતી. પોલીસને જાણવા મળ્યું છે કે વડોદરા ઉપરાંત સુરત, જુનાગઢ, મહારાષ્ટ્ર અને યુપીની યુવતીઓ પણ ગુપ્તા માટે કામ કરતી હતી.

રેડ દરમિયાન પોલીસને બે સેક્સટોય, ૧૧ લેપટોપ્સ, બે વેબકેમ્સ, બે ઈન્ટરનેટ રાઉટર, બે ટીવી અને મોબાઈલ ફોન મળી આવ્યા છે. ઉપરાંત, ૧૯ પાસપોર્ટ અને ૪૦ બાયોડેટા પણ પોલીસને હાથ લાગ્યા છે. પોલીસનું માનવું છે કે ૧૯ જેટલી યુવતીઓ ગુપ્તા માટે કામ કરતી હતી અને તેમના નિવેદન લેવામાં આવશે.

(8:51 pm IST)