ગુજરાત
News of Tuesday, 26th October 2021

ગ્રેડ પે આંદોલન : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસ પરિવાર સાથે બેઠક

કમિટી બનાવીને મુદ્દાઓના નિકાલની બાંહેધરી: કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી આંદોલન

ગાંધીનગર : ગ્રેડ પે મામલે ચાલતા આંદોલન વચ્ચે આજે રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ગ્રેડ પે મુદ્દે કમિટીની રચના કરવામાં આવશે તેમ જણાવાયું હતું જોકે કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી આંદોલન  ચાલુ રાખવા કહેવાયું હતું

 આ બેઠકમાં તમામ મુદ્દે કમિટીની રચના બાદ નિરાકરણ  કરવા કહેવાયું છે અને કમિટી બનાવીને મુદ્દાઓના નિકાલની બાંહેધરી અપાઈ છે પરિવારની મહિલાઓ સમિતિમાં હાજર રહેશે દરમિયાયન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલુ રહેશે

(9:55 pm IST)