ગુજરાત
News of Tuesday, 26th October 2021

વડોદરા:પંચમહાલ જિલ્લામાં નજીવી બાબતે ઝઘડો કરી બોટલથી હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા: પંચહાલ જિલ્લાના કાલોલના મઠ ફળિયામાં રહેતા  હર્ષદપુરી અર્જુનપુરી ગોસાઇ મકાન બાંધકામનો ધંધો કરે છે.હર્ષદપુરીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે,મારા દીકરા હેરી ગોસાઇનું લગ્ન આગામી ૧૪ મી ડિસેમ્બરે  હોય,જેથી મારા ભાઇ દેવેન્દ્રપુરી (રહે.વલ્લભવિલા ખોડિયારનગર) ના ઘરે આવ્યો હતો.તે સમયે મારા ભાઇની સોસાયટીમાં રહેતા હરેશ ચંદનાની,તેમના પુત્ર મયૂર અને અન્ય એક બાપુસિંહ ડામોરે મારી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે મયૂર ચંદનાનીએ કાર ચાલક તથા અન્ય બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત રાતે સાડા દશ વાગ્યે સોસાયટીના મેન્ટેનન્સના રોકડા રૃપિયા ૭૫ હજાર ભર્યા હતા.તે બાબતે બોલાચાલી ઝઘડો થતા અરજી આપી હતી.અરજી આપીને પરત જતો હતો.ત્યારે કારમાં બેસેલા ત્રણ પૈકી એક વ્યક્તિએ મારા માથામાંડાબી બાજુ કાચની બોટલ મારી ઇજા પહોંચાડી હતી.તથા અન્ય બે વ્યક્તિઓ મને ગાળો બોલ્યા હતા.બાપોદ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)