ગુજરાત
News of Tuesday, 26th October 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા:અન્ય બે વોન્ટેડ

વડોદરા: વડોદરાના ગોરવા વિસ્તારમાં આંકડાનો જુગાર તેમજ તેની સાથે સાથે ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સને પોલીસે ઝડપી પાડયા છે. ગોરવાના મધુ નગર વિસ્તારમાં એક સોસાયટીની અંદર T-20 ઉપર ઓનલાઇન સટ્ટો રમાડવામાં આવી રહ્યો હોવાની વિગતો ને પગલે ગોરવા પોલીસે દરોડો પાડતા ફિરોજ ઉર્ફે હાથી રતનસિંગ વાઘેલા (ગરાસિયો મહોલ્લો, ગોરવા) તેમજ સુનિલ રણજીતસિંહ વાઘેલા (ગરાસીયા મહોલ્લો) ઝડપાયા હતા. પોલીસે બંને પાસેથી રોકડા રૂ 3100 તેમજ બે મોબાઇલ કબજે કર્યા હતા. પોલીસે આંકડાના જુગારની ચિઠ્ઠીઓ પણ કબજે કરી હતી. પોલીસની તપાસ દરમિયાન મોબાઇલમાં ક્રિકેટના સટ્ટાની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવામાં આવી હોવાની વિગતો ખુલી હતી. જેથી ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હોવાની આશંકા છે. બંનેની પૂછપરછ બાદ પોલીસે ગોરવાના સદ્દામ રણજીતસિંહ વાઘેલા તેમજ સલીમ ભાઈ સિંધી (સીટી પોલીસ સ્ટેશનની સામે,આદાબ કપડાની દુકાન) સામે પણ ગુનો નોંધ્યો છે.

(5:16 pm IST)