ગુજરાત
News of Tuesday, 26th October 2021

સુરતના અમરોલી વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર યુવકના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:શહેરનામાત્ર પાંચ વર્ષીય બાળકીના ગુપ્તાંગ સાથે ચેડા કરી પોક્સો એક્ટના ભંગના ગુનામાં અમરોલી પોલીસે જેલભેગા કરેલા આરોપી યુવકના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.

અમરોલી પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતા 24 વર્ષીય આરોપી ઈશોર પ્રેમપ્રસાદ ઠાકલ (રે.ગોપાલ હોટેલ,અમરોલી ચાર રસ્તા) વિરુધ્ધ તા.21-6-21ના રોજ અમરોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીના ગુપ્તાંગમાં ફીંગરીંગ કરીને ઈજા પહોંચાડી પોક્સો એક્ટના ભંગ કર્યો હતો.જે અંગે ભોગ બનનાર બાળકીએ પોતાની માતાને જાણ કરતાં અમરોલી પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી યુવકે ચાર્જશીટ રજુ થયા બાદ જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપીના બચાવપક્ષે આરોપીની ગુનામાં ખોટી સંડોવણી કરવામાં આવી હોઈ પ્રથમ દર્શનીય કેસના પુરાવાના અભાવે જામીન આપવા માંગ કરી હતી.વધુમાં આરોપી તરફે ભોગ બનનાર બાળકી તથા ફરિયાદી વચ્ચે સમાધાન થયું હોઈ આરોપીને જામીન આપવા સામે વાંધો ન હોવા અંગેની એફીડેવિટ રજુ કરી હતી.

(5:15 pm IST)