ગુજરાત
News of Tuesday, 26th October 2021

સુરતના પાંડેસરામાં કાપડના ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરનાપાંડેસરામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે આજે બપોરે કાપડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા રોડ પર બીઆરસી કમ્પાઉન્ડ પાસે લક્ષ્મીનારાયણ મંદિર નજીક આવેલા કાપડના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને લીધે ત્યાં ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જેને લીધે આજુબાજુના લોકોમાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી. આ અંગે ફાયર ઓફિસર દિનેશ પટેલને જાણ થતા ફાયર કાફલા સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા વિડિયો અને ત્યાં સાથે મજુરા ગેટ, માનદરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડી ત્યાં પહોંચી ગઈ હતી.

ગોડાઉન શટર બંધ હોવાથી ફાયર જોવાનું હોય તો ખોલીને અંદર જઈને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જોકે ભારે જહેમત ઉઠાવતા એક કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને લીધે ગોડાઉનમાં મુકેલા કાપડના જથ્થો, ઓફિસ સહિતની ચીજવસ્તુઓ નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

(5:14 pm IST)